Published By : Disha PJB
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીએ વેજ ચીઝ સેન્ડવીચ !
ઘટકો
1 નંગ બીટ
1/2 નંગ કોબી
2 નંગ ટામેટા
2-3 નંગ કાંદા
1 પેકેટ બ્રેડ
ગ્રીન ચટણી જરૂર મુજબ
બટર અથવા તેલ જરૂર મુજબ
ચીઝ જરૂર મુજબ
ટોમેટો સોસ જરૂર મુજબ
મોરા મરચા અથવા તો કેપ્સીકમ
સ્ટેપ : 1 –
બીટને છીણી લેવું કોબીને ઝીણી લાંબી કાપી લેવી ટામેટાં ઝીણા સમારી લેવા કાંદા સમારી લેવા અને મોઢા મરચા પણ સમારીને રેડી રાખવા. બ્રેડની સ્લાઇસ લઈ તેના પર ગ્રીન ચટણી લગાવી તેના પર જે શાકભાજી નું મિશ્રણ કરેલું છે તે લગાવો તેના પર મરચાની સ્લાઈસ રાખવી
સ્ટેપ : 2 –
તેના ઉપરથી છીણવું એના ઉપર બીજી બ્રેડ રાખવી ઉપર તેલ અથવા તો બટર લગાવીને ટોસ્ટર ની અંદર રોસ્ટ કરી લેવી
સ્ટેપ : 3 –
ઉપરથી ફરી ચીઝ છીણીને કેચઅપ સાથે સર્વ કરવું યમ્મી યમ્મી સેન્ડવીચ રેડી…
આ સેન્ડવીચ બાળકો થી માંડીને , યુવાનો અને વૃદ્ધોમાં પણ પ્રિય છે. કોઈપણ શાકભાજી એડ કરીને બનાવી શકાતી હોવાથી શરીર માટે પણ ફાયદાકારક છે. તો તમે પણ આજે જ બનાવજો આ સરળ અને ટેસ્ટી વાનગી.