Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealth'સ્કિન સ્ટ્રેસ' નવા જમાનાની નવી બીમારી ! જાણો તેના લક્ષણો અને નુકશાન…

‘સ્કિન સ્ટ્રેસ’ નવા જમાનાની નવી બીમારી ! જાણો તેના લક્ષણો અને નુકશાન…

Published By : Disha PJB

આજકાલ મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહે છે. નાની-નાની બાબતોનો સ્ટ્રેસ લે છે. આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવે છે તેમાં તણાવ એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની રહી છે. કેટલાકને કામના પ્રેશરને કારણે તણાવ હોય છે, તો કેટલાકને પરિવાર, આર્થિક પરિસ્થિતિ, નોકરી ગુમાવવી, નોકરી મેળવવાનો તણાવ, રોજિંદી સમસ્યાઓ, કોઈ અપ્રિય ઘટનાઓ બનવી, પ્રિયજન ગુમાવવું વગેરે સમસ્યાઓ પણ તણાવનું કારણ બની શકે છે.

મન અને ત્વચાનો સમાન સંબંધ છે. જ્યારે મન તણાવમાં હોય છે ત્યારે તેની સીધી અસર ત્વચા પર દેખાવા લાગે છે. વાસ્તવમાં એને ‘સ્કિન સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. સ્ટ્રેસને કારણે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધુ પ્રમાણમાં નીકળે છે, જેને સ્ટ્રેસ હોર્મોન કહેવાય છે. જો એ વધુ છોડવા લાગે છે તો ત્વચા પર તણાવ દેખાય છે.

આંખોની નીચે ડાર્ક સર્કલ, વૃદ્ધાવસ્થામાં પિમ્પલ્સ હોવું એ પણ ટેન્શનની નિશાની છે. ખરજવામાં પોપડાની જેમ ત્વચા ઊતરવા લાગે છે. ત્વચા પર રાતોરાત સફેદ ફોલ્લીઓ દેખાય છે. લાગણીશીલ લોકોને રોસેસિયા અને સોરાયસિસ હોઈ શકે છે.મોબાઈલ ત્વચાને નુકસાન કરે છે, સારી ઊંઘ કોર્ટિસોલ વધારશે.

સ્ટ્રેસને કારણે ત્વચાની સમસ્યામાં દવાની અસર 7થી 10 દિવસમાં દેખાવા લાગે છે, પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં 4 મહિનાથી વધુ સમય લાગે છે. એટલું જ નહીં, જો દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ જાય અને ભવિષ્યમાં તે ફરીથી તણાવમાં આવે તો બીમારીઓ ફરી માથું ઊચકી શકે છે.ઘણા લોકો એવું વિચારે છે કે સ્પર્શ કરવાથી આવી બીમારીઓ ફેલાય છે, પરંતુ એવું થતું નથી. તે વધુ સારું છે કે જો કોઈ વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી હોય તો તે સારા વાતાવરણમાં રહે, ઊઠે અને ખુશ રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!