Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentસ્વરા ભાસ્કરે બોયફ્રેન્ડ ફહદ અહમદ સાથે કર્યા કોર્ટ મેરેજ..

સ્વરા ભાસ્કરે બોયફ્રેન્ડ ફહદ અહમદ સાથે કર્યા કોર્ટ મેરેજ..

Published by : Vanshika Gor

અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસે પોલિટિકલ એક્ટિવિસ્ટ ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેના હાથોમાં રચાયેલી મહેંદી જોવા મળે છે. સાથે જ સ્વરાએ એક વીડિયો પણ ટ્વિટર પર શેર કરી છે, જેમાં તેની લવ સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ તે દર્શાવવામાં આવ્યું છે.

સ્વરાએ શેર કર્યો વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વરા અને ફહદની લવ સ્ટોરીની શરૂઆત પ્રોટેસ્ટ સાથે થઈ. જેનો ઉલ્લેખ કરતા સ્વરાએ વીડિયોમાં એમ પણ જણાવ્યું કે બંનેની પહેલી સેલ્ફી પણ પ્રોટેસ્ટ દરમિયાન લેવામાં આવી હતી. જે બાદ ફહદે પોતાની બહેનના લગ્નમાં સ્વરાને ઈનવાઈટ કરી હતી, જેનો જવાબ આપતા સ્વરાએ ટ્વિટર પર લખ્યું હતું કે- હું મજબૂર છું. શૂટિંગમાંથી નીકળી નહીં શકું, આ વખતે મને માફ કરજે દોસ્ત. કસમ છે, તારા લગ્નમાં હું જરૂર આવીશ.

કોણ છે ફહદ અહમદ?
સ્વરા ભાસ્કરે જેની સાથે લગ્ન કર્યા છે તે ફહદ અહમદ સમાજવાદી પાર્ટીનો નેતા છે. મહારાષ્ટ્ર સપા યુવજન કમિટીનો પ્રદેશ અધ્યક્ષ છે.

ફહદે રી-પોસ્ટ કર્યો વીડિયો
ફહદે સ્વરાનો વીડિયો ટ્વિટર પર રી-પોસ્ટ કરી છે. કેપ્શનમાં લખ્યું કે- હું નથી જાણતો કે તારા દિલની આ ઉથલપાથલ એટલી સુંદર હોય છે. મારા હાથ થામવા માટે તારો આભાર.. લવ, સ્વરા ભાસ્કર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security