Home News Update My Gujarat હવે ગ્રેજ્યુએશન ત્રણ નહિ પરંતુ 4 વર્ષમાં પૂર્ણ થશે… શિક્ષિણ ક્ષેત્રે લેવાયો...

હવે ગ્રેજ્યુએશન ત્રણ નહિ પરંતુ 4 વર્ષમાં પૂર્ણ થશે… શિક્ષિણ ક્ષેત્રે લેવાયો મોટો નિર્ણય…            

0

Published by : Rana Kajal                                                

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમા જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ તૈયાર કરવા લેવાયો નિર્ણય લેવાયો હતો ઉપરાંત શૈક્ષિણક વર્ષ 2023-24 થી ગ્રેજ્યુએશન 4 વર્ષનું થશે તેવો નિર્ણય પણ લેવાયો છે. ઉલ્લેખનિય છે કે, નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ક્રોષ બાદ જ ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે.નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને હવે સ્નાતક થવા માટે 4 વર્ષનો કોર્ષ કરવો પડશે.

શૈક્ષિણક વર્ષ 2023 – 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલના ગ્રેજ્યુએશન 4 વર્ષના અભ્યાસ બાદ જ પૂર્ણ થશે. 4 વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીને સ્નાતકની ડિગ્રી મળી શકશે. ઓનલાઇન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામ કોર્સમાં નવી શિક્ષણનિતીનો અમલ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે. 4 વર્ષ બાદ વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્ષ એનાયત કરવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version