Published by : Rana Kajal
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે હવે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ આપવામાં આવી છે. બોર્ડે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ કરી શકશે. જો મહિલાઓ મસ્જિદમા નમાજ પઢવા માટે જવા માગતી હોય તો તે તેમના અધિકારનો ઉપયોગ કરી શકે. AIMPLBએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ જાણકારી આપી છે. આ એફિડેવિટ મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટે મસ્જિદમાં જતી હતી તેને લઈને અરજી દાખલ કરવામાં આવી છે.
AIMPLB નિષ્ણાતોની સંસ્થા છે અને તેની પાસે કોઈ સત્તા નથી અને તે માત્ર ઈસ્લામના સિદ્ધાંતો પર પોતાની સલાહ આપી શકે છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામના અનુયાયીઓનાં ધાર્મિક ગ્રંથો, સિદ્ધાંતો, ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને એવી દલીલ કરવામાં આવે છે કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ છે. AIMPLB આ સંદર્ભમાં કોઈપણ વિપરીત ધાર્મિક અભિપ્રાય પર ટિપ્પણી કરવા માંગતું નથી.