- બે ઇસમોને કુલ ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
હાંસોટ તાલુકાના સાહોલ ગામ તરફ જવાના માર્ગ ઉપર અલવા ગામ પાસેની કેનાલમાં કતલના ઈરાદે લઇ જવાતા ભેંસો ભરેલ ટેમ્પો નંબર-જી.જે.૧૪.એક્ષ.૭૮૩૨ પલ્ટી જતા બે ભેંસો સ્થળ પર મૃત હાલતમાં પડી હોવા સાથે ટેમ્પોમાં અન્ય પશુઓ ભરેલ છે જેવી જાણ થતા જ હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ કરતા ૧૨ પૈકી બે પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા પોલીસે અન્ય ૧૦ પશુઓને મુક્ત કરાવ્યા હતા અને ત્યાં હાજર ભેસ્તનના ટેમ્પો ચાલક સમીર નિજામ શેખ અને સફીક રસિક શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે બંને ઈસમોની પશુઓ અંગે પુછપરછ કરતા આ પશુઓ કરજણના વલણ ગામના ઈકરામ ડમ્કીવાળાએ ભરી આપ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ૧.૨૦ લાખના પશુઓ અને ટેમ્પો મળી કુલ ૪.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.