Home Bharuch હાંસોટ તાલુકાના ઇલાવ ખાતે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો…

હાંસોટ તાલુકાના ઇલાવ ખાતે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો…

0

Published By:-Bhavika Sasiya

ભરૂચના હાંસોટના ઇલાવ ગામે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને આદર્શ કેળવણી મંડળ ઇલાવ દ્વારા લાભાર્થી બહેનોને સાડી વિતરણ તેમજ વિદ્યાર્થીનીઓને ડ્રેસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

સમાજના છેવાડાના માનવી સુધી સેવાની સુવાસ ફેલાય એ માટે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ વર્ષોથી કાર્યરત છે ત્યારે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને હાંસોટના ઇલાવ ગામે શિક્ષણની ધૂણી ધખાવતા આદર્શ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં લાભાર્થી બહેનોને સાડી વિતરણ તેમજ ડ્રેસ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,અંકલેશ્વર નગર સેવા સદનના કોપોરેટર નિલેશ પટેલ,આદર્શ કેળવણી મંડળ ઇલાવના ઉપપ્રમુખ તુષાર પટેલ,ખજાનજી મહાદેવ પટેલ, સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબહેન પટેલ,ટ્રસ્ટી ગોમાનભાઈ પટેલ,જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ,સામાજિક આગેવાન હિમાંશુ પટેલ તેમજ ડો.અંકિત મહેતા,શાળાની છાત્રાલયના ગૃહપતિ આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પાર સતત 5મી ટર્મ વિજેતા બનનાર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું આદર્શ કેળવણી મંડળ,સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ઇલાવ ગામના અને અત્યાર સુધીમાં 55થી વધુ રામકથા અને ભાગવત કથા કરનાર કથાકાર ધાનેન્દ્ર વ્યાસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને 100 સાડી અને ઇલાવ ગામની શાળામાં અભ્યાસ કરતી 35 વિદ્યાર્થીનીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેન્દ્ર કથવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version