Home Administration અંકલેશ્વરના દીવા – પુનગામમાં ફરી એકસપ્રેસ વેની કામગીરી 2 કલાક અટકાવાઈ…

અંકલેશ્વરના દીવા – પુનગામમાં ફરી એકસપ્રેસ વેની કામગીરી 2 કલાક અટકાવાઈ…

0

Published By : Parul Patel

  • 14 સર્વે નંબરોમાં 5 વર્ષથી અસરગ્રસ્તોને કોઈ માહિતી ન અપાતા ખેડૂતો વિફર્યા
  • કેટલી જમીન જાય છે, કેટલું વળતર મળશેની માહિતી 10 દિવસમાં તંત્ર પુરી પાડશે
  • પોલીસની પોઝિટિવ મધ્યસ્થીથી મામલો થાળે પડતા ખેડૂતોએ વ્યક્ત કર્યો આંનદ

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Video-2023-06-10-at-4.59.13-PM.mp4

ભરૂચમાં ફરી અંકલેશ્વરના દીવા – પુનગામમાં શનિવારે દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી ખેડૂતોએ 2 કલાક સુધી અટકાવી દેતાં દોડધામ મચી હતી.

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વેમાં કામગીરીના વિરોધનો આજે અસરગ્રસ્ત ખેડૂતોનો મુદ્દો અલગ હતો. અંકલેશ્વર તાલુકાના દીવા ગામના 14 સર્વે નંબરની જતી જમીન અંગે 14 ખેડૂતો 2018 થી માહિતી માંગી રહ્યાં છે.

અનેક વખત ખેડૂતોએ લેખિત કે મૌખિકમાં 14 સર્વે નંબરમાં કેટલું ક્ષેત્રફળ જાય છે, કેટલું વળતર મળશે તેની માહિતી માંગી હતી. જોકે આજદિન સુધી તે પુરી પાડવામાં આવી નથી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Video-2023-06-10-at-4.59.11-PM.mp4

શનિવારે ખેડૂતોઉં પુનઃ કામગીરી અટકાવતા NHAI, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર SDM, મામલતદાર પણ દોડી આવ્યા હતા.

ખેડૂતોએ પોલીસની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા. પોલીસ કાફલાએ મામલતદાર અને DLR ની આખી ટીમને સ્થળ પર બોલાવી હતી. પ્રાંત અધિકારીએ 14 સર્વે નંબર અંગેની માહિતી 10 દિવસમાં પુરી પાડવાની લેખિતમાં બાંહેધરી આપતા 2 કલાક બંધ રહેલી કામગીરી ફરી શરૂ થઈ ગઈ હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Video-2023-06-10-at-4.59.12-PM.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version