Home News Update Entertainment સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની ધમાકેદાર થશે રી એન્ટ્રી….. રજનીકાંત અને અમિતાભની જોડી મચાવશે...

સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની ધમાકેદાર થશે રી એન્ટ્રી….. રજનીકાંત અને અમિતાભની જોડી મચાવશે ધમાલ….

0

Published By:-Bhavika Sasiya

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ખુબ ખ્યાતી પ્રાપ્ત કલાકાર છે. સમગ્ર દક્ષિણ ભારતમાં તેમની ‘ભગવાન’ ની જેમ પૂજા કરવામાં આવે છે. તેમની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રજનીકાંત હવે તેની 170 મી ફિલ્મ પર કામ કરવાના છે.સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં તે 32 વર્ષ પછી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળવાના છે. હમ,અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં સ્ક્રીન શેર કર્યા પછી, બંને સ્ટાર્સ હવે થલાઈવર 170 નામની ફિલ્મમાં સાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે લગભગ 32 વર્ષ પછી બંને સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. તેઓ છેલ્લે 1991 માં રિલીઝ થયેલી ફિલ્મ હમ માં સાથે જોવા મળ્યા હતા રજનીકાંત તેની ફિલ્મ જેલરના શૂટિંગમાં વ્યસ્ત હતા. જોકે હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ પછી તે લાલ સલામ પર કામ કરી રહ્યો છે. આ બે ફિલ્મો પછી તે ટીજે જ્ઞાનવેલની ફિલ્મ થલાઈવર 170 પર કામ શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની કારકિર્દીની 170 મી ફિલ્મ હશે, તેથી તેને હાલ માટે થલાઈવર 170 નામ આપવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version