Home Bharuch અંકલેશ્વરમાં ઉધોગોના પ્રદુષણ તેમજ અકસ્માતો મુદ્દે કોંગ્રેસના ધરણાં, 20 ની અટકાયત

અંકલેશ્વરમાં ઉધોગોના પ્રદુષણ તેમજ અકસ્માતો મુદ્દે કોંગ્રેસના ધરણાં, 20 ની અટકાયત

0

Published by : Rana Kajal

  • GIDC વિભાગીય કચેરી ખાતે 4 કલાકનો વિરોધ પ્રદર્શન પોલીસની એન્ટ્રીથી અડધો કલાકમાં જ સમેટાયો
  • જળ, જમીન અને હવા પ્રદુષણ સહિત ઔદ્યોગિક હોનારતમાં નક્કર પગલાં ન ભરાતા હોવાનો રોષ

અંલેશ્વર GIDC વિભાગીય કચેરી ખાતે કોંગ્રેસે ઔદ્યોગિક અકસ્માતો અને જળ, જમીન તેમજ હવા પ્રદુષણ મુદ્દે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અંકલેશ્વરમાં ઉધોગનાના પ્રદૂષણથી જળ, જમીન અને વાયુને થતા નુકસાન વિરુદ્ધ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ અંકલેશ્વર જીઆઇડીસીની વિભાગીય કચેરી ખાતે ધારણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉધોગનાના પ્રદૂષણથી જળ, જમીન અને વાયુને થતા નુકસાન તેમજ ઔદ્યોગિક એકમોમાં ધટતી અકસ્માતની ઘટનામાં નક્કર પગલાં ન ભરાતાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસે 4 કલાકના ધારણાં પ્રદર્શનના કાર્યક્રમને અડધી કલાક કરતા ટુંક સમયમાં જ કોંગ્રેસના નેતા અને કાર્યક્રતાઓની અટકાયત કરી સમેટી લીધું હતું. કોંગ્રેસે અધિકારીઓ અને ભજપ સરકાર સામે તીખા પ્રહારો કરી કોંગ્રેસનો અવાજ દબાવવામાં આવતો હોવાના આક્ષેપ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીની વિભાગીય કચેરી ધારણાં પ્રદર્શનને લઇ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે 20 જેટલા કોંગી આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version