અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે આવેલ જય અંબે ટ્રેડર્સ પાસે પંચર પડેલ ટેમ્પોનું ટાયર બદલતી વેળા ચાલક અને ક્લીનરની નજર ચૂકવી ગઠિયાઓ ટેમ્પોમાં રહેલ રૂપિયા ૧.૭૭ લાખ ભરેલ થેલીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
સુરતના અડાજણ ગામના અલ્પેશ નગર સોસાયટીમાં રહેતા વિમલ રણજીત દારૂવાલા એસ.આર.ડી. ટ્રેડીંગ હેઠળ હોલસેલમાં ઇલેક્ટ્રિક અને તમાકુના સામાનનો વેપાર કરે છે જેઓના ચાલક અસ્પાક અસ્લમ શેખ અને હેલપર અલ્પેશ મગન પટેલ સુરતથી ઓલપાડ,હાંસોટ અને અંકલેશ્વર શહેર થઇ જી.આઈ.ડી.સી.માં સામાન ખાલી કરી છેલ્લા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે આવેલ જય અંબે ટ્રેડર્સ ખાતે સામાન ખાલી કરી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પોનું પાછળનું ટાયર પંચર પડતા ટેમ્પામાંથી જેક લાવી ટાયર બદલી રહ્યા હતા તે સમયે જેક લેતી વેળા દરવાજો ખુલ્લો રહી ગયો હતો તે દરમિયાન અજાણ્યા ગઠીયા બંનેની નજર ચૂકવી ટેમ્પોમાં રહેલ ૧.૭૭ ભરેલ થેલીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચાલકે હેલ્પર અલ્પેશ પટેલને કહેતા તેઓ દરવાજો બંધ કરવા જતા ટેમ્પોની કેબીનમાં સામાનના ઉઘરાણીના રૂપિયા ૧.૭૭ લાખ ભરેલ થેલી જણાઈ નહી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને તેઓના શેઠને જાણ કરી હતી ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.