Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપતિ બન્યો કસાઈ...પોલીસ પતિએ કંડકટર પત્નીની કરી હત્યા...

પતિ બન્યો કસાઈ…પોલીસ પતિએ કંડકટર પત્નીની કરી હત્યા…

એસ ટી બસ માંજ જાહેરમાં પત્નીનું ગળું, પગ, પેટ અને નસ કાપી નાખી…પાવી જેતપુરમાં પોલીસ જવાને બસમાં જ પત્નીને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી…

છોટા ઉદેપુર જિલ્લાનાં પાવી જેતપુરના ભીખાપુરા ખાતે રૂંવાડાં ઊભાં કરી દેતી બની હતી, જેમાં મહિલાને તેના જ પતિએ ભરબપોરે જાહેરમાં ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ હત્યાનાં બનાવમાં મૃતક મહિલા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. એ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતાં જ તે દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો, જેમાં મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખતાં બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. એ બાદ કદવાલ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડ્યો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
જૉકે હત્યારો પતિ પહેલાંથી જ બસની રાહ જોતો હતો. પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. આજરોજ મંગીબેન નોકરી પર હતાં, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો અને જોત જોતામાં પોતાની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે અને ડાબા હાથની નસ કાપી નાખીને કરપીણ હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security