- ઘરની ગેલેરી અને છત પર 200થી વધુ ફૂલ અને ફળાદી વૃક્ષો ઉછેર્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. રહેણાંક વિસ્તારમાં રહેતા યુવાને પ્રદૂષણ અટકાવવા માટે ઘરે ગ્રીન હાઉસ બનાવવાના પ્રયાસો કર્યા.
અંકલેશ્વર જી.આઇ.ડી.સીના ગણેશ પાર્કની સામે રહેતા 31 વર્ષીય ચિરાગ ભટ્ટનાગરને પહેલેથી પ્રકૃતિ પ્રત્યે લાગણી છે. યુવાને માત્ર 13 વર્ષની ઉંમરથી જ પ્રકૃતિને બચાવવા માટે ઘરે છોડ વાવવાની શરૂઆત કરી હતી. હાલ યુવાન ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.
નાનપણથી જ પ્રકૃત્તિ પ્રત્યે અનોખો પ્રેમ
નાનપણથી જ પ્રકૃત્તિ પ્રત્યે લાગણીશીલ એવા ચિરાગ ભટ્ટનાગર પહેલા વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતા હતા. તે સમયે માત્ર 14 વર્ષથી તેઓએ છોડ વાવવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે તેઓએ અવનવા છોડોની કલમ કરવાની શરૂઆત કરી હતી. ચિરાગ ભટ્ટનાગરે અવનવા ફૂલો અને ફળાઉ છોડથી પોતાના ઘરના વાતાવરણ પ્રકૃત્તિ મય બનાવવા પ્રયાસ કર્યો હતો તે બાદ તેઓએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ગણેશ પાર્ક સોસાયટી સામે પોતાના નવા મકાનને પણ પ્રકૃત્તિ મય બનાવવા પ્રયાસ શરૂ કર્યો છે. હાલ તેઓએ ઓર્ગેનિક ફળ ફૂટ મળે તે માટે કલમ કરવાની પદ્ધતિમાં દિવસે ને દિવસે કંઇક નવું કરી રહ્યા છે.

માર્કેટમાં અત્યંત મોઘા ડ્રેગન ફ્રૂટના છોડની કલમ કરી…લોકોને વિનામૂલ્યે વિતરણ
તેઓએ માર્કેટમાં અત્યંત મોઘું અને નવું એવા ડ્રેગન ફ્રૂટના છોડની કલમ શરૂ કરી છે. તેઓએ ખાસ પ્લાન્ટેશન માટે મળતા પ્લાસ્ટિકમાં માટીમાં ખાતર ભેળવી કલમ કરેલ છોડ તેમાં ઉગાડી રહ્યા છે. 20 દિવસ બાદ તૈયાર થયેલ છોડ તેઓ મિત્રો અને સોસાયટીના સ્થાનિકો વિના મૂલ્યે આપી રહ્યા છે. બજારમાં મળતા અત્યંત મોંઘા એવા ડ્રેગન ફ્રૂટ લોકો પણ પોતાના ઘરે ઉગાડી ખાઈ શકે તે માટે વિતરણ કરી રહ્યા છે.
ફળાઉ છોડનું પણ વાવેતર કર્યું
સાથે તેઓએ કમળક, અનાનસ, સીતાફળ સહિતના ફળાઉ છોડ પણ વાવ્યા છે. તેઓની ખાસ વાત કરીએ તો તેઓ સ્વખર્ચે છોડ ઉગાડવાન કુંડા લાવી એમાં વાવેતર કરી રહ્યા છે. તો ચિરાગ ભટ્ટનાગરે તેઓના ઘરે અત્યાર સુધી 200થી વધુ છોડનું વાવેતર કર્યું છે. તેઓ આ અંગે જણાવ્યું હતું કે લોકો પણ પોતાના ઘરે વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા તેમજ પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ.
ગ્રીન હાઉસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
તેઓએ પોતાના ગ્રીન હાઉસમાં ફૂલો જેવા કે બારમાસી ગુલાબ અને અન્ય કહી શકાય કે જે આપણે ક્યારેક જોયાના હોય તેવા ફૂલો પણનું પણ રોપણ કર્યું છે તેઓનું ગ્રીન હાઉસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેઓએ આ ફૂલો ના છોડ પણ અન્ય લોકોને વિતરણ કરે છે આ ગ્રીન હાઉસ અવનવા ફૂલોથી ભવરાવો માટે આકર્ષણનું ગાર્ડન બન્યું છે. ચિરાગ ભટનાગરએ બનાવવા પ્રયાસ કરેલ ગ્રીન હાઉસ ખરા અર્થમાં અંકલેશ્વરના લોકો માટે હરિયાળી ઉભું કરનાર એક પ્રયાસ કહી શકાય.
વધતા પ્રદૂષણ સામે યુવાને ઊભું કરેલ આ ગ્રીન હાઉસ અન્ય લોકોને પણ ગ્રીનહાઉસ બનાવવા પ્રેરી રહ્યું છે સાથે યુવાનના આ પ્રકૃતિ જતનના પ્રયોગને બિરદાવવા લાયક છે.




