Home Ankleshwar અંકલેશ્વર જી.આઈ.સી.ડી.પોલીસે બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અંકલેશ્વર જી.આઈ.સી.ડી.પોલીસે બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

0
  • ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી ૭ લાખથી વધુનો દારૂ મળી ૧૧.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • પોલીસે ટ્રક ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા જયારે દારૂ મોકલનાર વોન્ટેડ

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી ૭ લાખથી વધુના દારૂ મળી ૧૧.૦૯ લાખનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા જયારે દારૂ મોકલનાર વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર-એમ.એચ.૦૪.એફ.યુ.૮૭૦૧માં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર બાજુ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા જુના ખાલી કેરેટ નજરે પડ્યા હતા.

પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલ ચોર ખાનું મળી આવ્યું હતું જેમાં જોતા તેમાંથી વિદેશી દારૂની ૪૮૮૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭ લાખનો દારૂ અને ચાર લાખની ટ્રક મળી કુલ ૧૧.૦૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા ખાતે રહેતો ટ્રક ચાલક દીપકસિંગ ચન્દ્રસિંગ શોન અને કરણ સંજય યાદવને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version