રાજસ્થાનનાં ભરતપુર જિલ્લાની રૂપવાસ ગામની સરકારી શાળાના આચાર્યે મહિલા શિક્ષકને જણાવ્યુ કે તમે સાડી પહેરીને આવો છો ત્યારે ખુબ સુંદર લાગો છો. સાથે જ આચાર્યે શાળાનું કમ્પાઉન્ડ કુદીને મહિલા શિક્ષિકાનો વિડિયો પણ બનાવ્યો હતો. અને આ વિડિયો શિક્ષિકાને બતાવ્યો પણ હતો. ત્યારબાદ આચાર્યને મહિલા શિક્ષકે ઘણી વાર ટકોર કરવા છતાં પણ આચાર્યનાં વર્તનમાં કોઇ સુધારો આવ્યો ન હતો. એવું પણ બન્યું કે સાથી શિક્ષકે આચાર્યની બાજુ લઈ મહિલા શિક્ષકને એમ પણ જણાવ્યુ કે નાની બાબતને મોટું સ્વરૂપ ન આપો. કંટાળીને 40 વર્ષની મહિલા શિક્ષક કે તા 30સપ્ટેમ્બરના રોજ SDM રાજીવ શર્માને 5 પાનાની ફરીયાદ કરી તેમની સાથે જે કંઈ થયું તેની તમામ વિગતો આપી હતી. હાલ તો મળતી માહિતી મુજબ ઍક સમિતિ બનાવવામાં આવી છે સમિતિનો અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યુ છે.