Published By : Parul Patel
અંકલેશ્વર-પાનોલીની કેટલીક કંપનીઓ દ્વારા વરસાદી સિઝનનો લાભ લઈ સ્ટોર કરેલ ગેસ અને વરસાદી પાણી જાહેર કાંસો ગેરકાયદેસર રીતે છોડી મૂકવાની અનેકવાર ભૂતકાળમાં સામે આવ્યું છે.
તેવામાં હાલ ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ-2 અને શ્રી સલ્ફયુરિક કંપની દ્વારા વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું.
જ્યારે આવી જ રીતે પાનોલી GIDC ની બજાજ હેલ્થકેર કંપની વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનું પણ જી.પી.સી.બીના ધ્યાન પર આવતા, જી.પી.સી.બી દ્વારા અંકલેશ્વર-પાનોલીના ઔદ્યોગિક વસાહતની આ પાંચ કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.