Home Ankleshwar અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાયેલ 5 કંપનીઓને...

અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાયેલ 5 કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે…

0

Published By : Parul Patel

અંકલેશ્વર-પાનોલીની કેટલીક કંપનીઓ દ્વારા વરસાદી સિઝનનો લાભ લઈ સ્ટોર કરેલ ગેસ અને વરસાદી પાણી જાહેર કાંસો ગેરકાયદેસર રીતે છોડી મૂકવાની અનેકવાર ભૂતકાળમાં સામે આવ્યું છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-08-at-2.17.14-PM.mp4
Ankleswar GIDC

તેવામાં હાલ ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ-2 અને શ્રી સલ્ફયુરિક કંપની દ્વારા વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-08-at-2.17.13-PM.mp4
GPCB Regional Office Ankleshwar

જ્યારે આવી જ રીતે પાનોલી GIDC ની બજાજ હેલ્થકેર કંપની વરસાદી પાણીની કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાનું પણ જી.પી.સી.બીના ધ્યાન પર આવતા, જી.પી.સી.બી દ્વારા અંકલેશ્વર-પાનોલીના ઔદ્યોગિક વસાહતની આ પાંચ કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version