Published by : Rana Kajal
- તસ્કરોએ ચાર દિવસમાં ચારથી વધુ ઇક્કો કારને નિશાન બનાવી
અંકલેશ્વરમાં અલગ અલગ ત્રણ સ્થળોએ પાર્ક કરેલ ઇક્કો કારમાંથી વાહન ચોરો જુના સાઈલેન્સર લગાવી નવા સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત જૂની કોલોનીમાં રહેતા રવિન્દ્ર એમ કુલકર્ણીએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૮૦૨૭ ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ઇક્કો કારમાં રહેલ નવું સાઈલેન્સર કાઢી જુનું સાઈલેન્સર ફીટ કરી અંદાજીત ૮૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે કાર માલિકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રણવીરસિંહ ભુપેન્દ્રસિંહ રાજએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એસ.૭૫૧૫ ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ રાતે સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ આમ્રપાલી સોસાયટી સ્થિત શિવ એપાર્ટમેન્ટમાં રહેતા ચાંદમલ સુરજમલ ગુર્જરએ ગત તારીખ-૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.બી.૧૫૪૭ પોતાના એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




