કનોરિયા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KCI) દ્વારા અંકલેશ્વર ખાતે ફેનોલિક રેઝિન અને ટ્રાયસીટીન માટે નવા ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કનોરિયા કેમિકલ ખાતે નવા પ્લાંટનું ઉદઘાટન કરવામાં આવ્યું.કંપનીના સીઈઓ રણજીત સિંહ દ્વારા 25 kL ની ક્ષમતા વાળા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સીઈઓ સિંઘે ઉલ્લેખ કર્યો કે KCI પાસે પહેલાથી જ વિઝાગ ખાતે 25 KL પ્રતિ દિવસ ફેનોલિક રેઝિન ઉત્પાદન છે. અંકલેશ્વર ખાતે 30 TPD (9000 MT/વર્ષ) ટ્રેસેટિન માટે નવા ઉત્પાદન પ્લાન્ટ પર કામ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ટ્રાયસેટિનનો ઉપયોગ રેસિના, એગ્રોકેમિકલ્સ એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ જેવા વિવિધ ઉદ્યોગો માટે થાય છે. “દેશમાં આ પહેલો સતત પ્રોસેસ ટ્રાયસેટિન પ્લાન્ટ હશે. ભારતમાં મોટાભાગે ટ્રાબેટીન આયાત કરવામાં આવે છે અને આ ક્ષમતા મેક ઇન ઈન્ડિયાના નિર્દેશો સાથેની છે. તેમણે સરકારની નીતિઓ માટે તેમનો નિષ્ઠાવાન આભાર પણ વ્યક્ત કર્યો.આ પ્રસંગે મેન્યુફેક્ચરિંગ અને પ્રોજેક્ટના ચીફ સંજય ઓઝા અને ફેનોલિક રેઝિનના વડા ડૉ. એપીએસ મૂર્તિ પણ હાજર હતા.




