Home Ankleshwar અંકલેશ્વર : ONGCમાં રસ્તો બંધ થતા વાહન ચાલકોની પરેશાનીની ચરમસીમા…ચૂંટાયેલા પ્રતિનધિઓ પણ...

અંકલેશ્વર : ONGCમાં રસ્તો બંધ થતા વાહન ચાલકોની પરેશાનીની ચરમસીમા…ચૂંટાયેલા પ્રતિનધિઓ પણ મૂકપ્રેક્ષક .!!

0

Published By : Parul Patel

તંત્રથી ભરૂચની ટ્રાફિકની સમસ્યા હલ નથી ત્યાં એક અંકલેશ્વરનો મુદ્દો સામે આવ્યો છે. જે તે સમયે કેન્દ્ર સરકારની કંપની ONGC એ 2 વહીલર માટે ONGC કોલોની માટે એક વૈકલ્પિક રસ્તો શરુ કરવામાં આવ્યો હતો. જેથી 2 વ્હીલર્સ ધારકોને અવર જવરમાં પરેશાની ના થઇ શકે, અને ટ્રાફિક સમસ્યા પણ ના થાય. અત્યાર સુધી સરળતાથી વાહન વ્યવહાર ચાલતો હતો.

પરંતુ કેન્દ્ર સરકારની કંપની ONGC કંપનીને આ શું સૂઝ્યું કે કલેકટર અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલિસની દખલગીરી થી ટુ વ્હીલર્સ માટે ચાલું કરેલ ONGC કોલોનીમાંથી પસાર થતો રસ્તો બંધ કરી દીધો. રસ્તો બંધ પણ કર્યો અને ત્યાં એક બેનર પણ મારી દીધું…આશ્ચર્ય વચ્ચે ONGC સાથે ગુજરાત પોલિસ નો લોગો પણ બેનર ઉપર લગાડી દીધો હતો. આ દખલગીરીથી ત્યાંથી જે વાહન વ્યવહાર થતો હતો એ બંધ થઈ ગયો. બંધ શું થયો…વાહન ચાલકોની પરેશાની ચરમસીમા એ જ પહોંચી, આ સાથે રસ્તો બંધ કરવાથી અયપ્પા મંદિરથી નમક ફેક્ટરી સુધી ટ્રાફિક જામ થઇ ગયો. આ સ્થિતિને લઇને અયપ્પા મંદિરથી નમક ફેક્ટરી સુધી ટ્રાફિક જામ હતો જ સાથે રાજપીપળા ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી સુધી 2 કલાક જેવું રસ્તો જામ થઈ ગયો હતો.

આ બધી સ્થિતિ સર્જાવા છતાં ચૂંટાયેલા પ્રતિનધિઓ ચૂપ રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version