Published by : Rana Kajal
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતનાં 10હજાર વકીલો પૈકી 4340 વકીલો પાસ થયા હતા. જૉકે વિવાદના પગલે રાજકોટ કેન્દ્રના ત્રણ હજાર વકીલોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા વર્ષ 2010થી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે અમદાવાદ, સુરત અને રાજકોટ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશભરના 1.72 લાખ વકીલોએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતનાં 10 હજાર વકીલોનો સમાવેશ થાય છે. જે પૈકી 4340 વકીલ પાસ થયા હતા. જૉકે વિવાદના પગલે રાજકોટ કેંદ્રનુ પરીણામ પેન્ડિંગ રખાયું હતું. જે કેન્દ્ર પરથી 3 હજાર જેટલા વકીલોએ પરીક્ષા આપી હતી.