અંકલેશ્વરના અંદાડા ગામના વઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસીડેન્સીના મકાન નંબર-૨૩૬માં રહેતા અજય રામ રાજપૂત ગત તારીખ-૧૫મી ઓગસ્ટના રોજ તેઓના માતાના ઓપરેશન માટે વડોદરા ખાતે મકાન બંધ કરી પરિવારજનો સાથે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-18-at-1.34.05-PM-1-1024x553.jpeg)
તસ્કરોએ તેઓના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૬૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.