
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી નરસી મુળજી કોલેજ ઓફ કૉમેર્સ એન્ડ ઇકોનોમિક્સ , મુંબઈ માંથી કૉમેર્સના સ્નાતક થયા છે , એ સાથે એ પોતે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી યેલ યુનિવર્સિટી , યુ એસ એ માંથી મનોવિજ્ઞાનિક સ્નાતક થયા છે . આ સાથે તેણે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ બીઝ્નેસ સ્કૂલમાંથી MBA પણ કર્યું છે.

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશની પત્ની શ્લોકા મેહતા પ્રિન્સ્ટન યુનિવર્સિટી, ન્યૂ જર્સી (યુ એસ એ) માંથી માનવશાસ્ત્રમાં સ્નાતક થયા છે. તેઓ સોશ્યિલ વર્ક કરવાનું પણ પસંદ કરે છે.

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ થઇ છે. રાધિકા મર્ચન્ટ ઇકોલો મોંડીયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે . જે બાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટી માંથી 2017માં પોલીટીકલ સાયન્સમાં ગ્રેડયુએશન કર્યું.




