Home News Update My Gujarat અત્યંત ચકચારી ધટના…મોરબી પાલિકાના 60 વર્ષના મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી બે...

અત્યંત ચકચારી ધટના…મોરબી પાલિકાના 60 વર્ષના મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી બે શખ્સે દુષ્કર્મ આચર્યું

0

મોરબી ખાતે બનેલ આ ઘટનાની વિગત જોતાં મોડી રાતે સફાઇ કરતી મહિલાને ધારિયું બતાવી કારમાં અવાવરું સ્થળે લઇ જવાઇ હતી, બચાવવા આવેલા યુવાનને ધારિયાથી માર મારવામાં આવ્યો હતો
મોરબીમાં મહિલા સફાઇ કર્મચારીને ધારિયું બતાવી બે શખ્સ કારમાં અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું . તેમજ ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવી હતી. નજીકમાં સફાઇ કરી રહેલા યુવાને મહિલાની ચીસો સાંભળી બચાવવા દોટ લગાવી તો તેને પણ શખ્સોએ ધારિયું મારી ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં, મહિલાના પુત્રને કોઇ જ ફરિયાદ ન કરવાની ધમકી અજાણ્યા શખ્સોએ આપતાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ઘટનાની તપાસ દરમિયાન ઘણી ચોકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version