Home News Update Nation Update મોંઘવારીના મોરચે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં ભારતનો સારો...

મોંઘવારીના મોરચે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં ભારતનો સારો દેખાવ…

0

આર્થિક મંદીની આશંકા વચ્ચે વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરોમાં આક્રમક્તાથી વધારો કરી રહી છે. ભારતમાં પણ નીતિગત દરોમાં વધારો કરાયો છે, પરંતુ મોંઘવારીના મોરચે ભારતે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને સપ્ટેમ્બર ૨૦૨૧ની સરખામણીમાં આ દેશોની તુલનામાં ભારતમાં મોંઘવારીમાં ઓછો વધારો થયો છે.એટલું જ નહીં ભારતની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે તેમ એસબાઈ ઈકોરેપના એક રિપોર્ટમાં જણાવાયું છે.

એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટમાં જણાયું છે કે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા અનેક વિકસિત દેશોમાં રહેવા, ભોજન અને ઊર્જાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે તેની સરખામણીમાં ભારતમાં આ વસ્તુઓના ભાવમાં વધારો ઓછો રહ્યો છે. આ રિપોર્ટ મુજબ મોંઘવારીની આડઅસરો અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછી જોવા મળી છે.
ભારતમાં લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે. આ સંદર્ભમાં ભારત ૫૭ ટકા સાથે ચીન પછી બીજા ક્રમે છે. ચીનમાં માથાદીઠ આવક ૮૮ ટકા વધી છે જ્યારે અમેરિકામાં ૩૬ ટકા જ વધી છે.

એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં સપ્ટેમ્બર ૨૦૨૧ અને વર્તમાન સમયમાં વૈશ્વિક સ્થિતિની સરખામણી કરવામાં આવી છે. ભારતીય ૧૦૦ રૂપિયાને માપદંડ બનાવી તેના આધારે અનેક દેશોમાં રહેવાના ખર્ચનો અભ્યાસ કરાયો હતો. આ આધારે કહેવાયું છે કે સપ્ટેમ્બર ૨૦૨૧માં આ દેશોમાં રહેવાનો ખર્ચ રૂ. ૧૦૦ હોય તો જર્મનીમાં તેમાં રૂ. ૨૦, બ્રિટનમાં રૂ. ૨૩ અને અમેરિકામાં રૂ. ૧૨નો વધારો થયો છે. ભારતમાં પણ રહેવાના ખર્ચમાં રૂ. ૧૨નો વધારો જોવા મળ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version