Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEducationઅનેક એવા કિસ્સા…જે બોર્ડની પરીક્ષાનું પરિણામ સર્વસ્વ નથી માનતા…જીવનમાં આવતી તકો…મહેનત અને...

અનેક એવા કિસ્સા…જે બોર્ડની પરીક્ષાનું પરિણામ સર્વસ્વ નથી માનતા…જીવનમાં આવતી તકો…મહેનત અને આવડત સફળ થવા માટે અનિવાર્ય છે…

Published By: Parul Patel

સમગ્ર રાજ્યમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે. પંરંતુ વિદ્યાર્થીઓ એવું સમજે છે કે આ અતિ મહત્વની પરીક્ષા છે અને ટેન્શનમાં રહે છે…એ સાથે  વાલીઓ પણ પોતે તો ટેન્શન લે છે. તેવો તેમના સંતાનોને આ બાબતે પ્રેસર આપે છે, બોર્ડ ની પરીક્ષાને જિંદગી ની નિષ્ફળતા સમજી બેસે છે.  આ માટે આપણે અમુક એવી હસ્તીઓની  વાત કરીશું જે મેસેજ આપે કે પરીક્ષા તણાવ વગર આપવી, મહેનત કરશે એવું પરિણામ આવશે, ક્યારેય બોર્ડના રિઝલ્ટ ને જીવન સાથે જોડવું ના જોઈએ.

તુષાર સુમેરા

તુષાર સુમેરા, કલેક્ટર, ભરૂચ.: ધો.10ના મુખ્ય વિષયોમાં 35-35  માર્ક્સ જ હતા, આજે આઈએએસ છે. પરંતુ પોતાની ક્ષમતાને ઓળખીને મહેનત કરી અને તેથી આજે આઈએએસ બની ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવે  છે. તેમનું કહેવું છે…દરેક તબક્કે જિંદગી તક આપવા ઉભી હોય છે ફક્ત તક ઝડપવાની જરૂર છે.  બોર્ડના વિદ્યાર્થીઓને મેસેજ છે  પરિણામ સારું હોય કે ખરાબ…સામે ઘણી તક રહેલી છે.

નિકિતા માહેશ્વરી

નિકિતા માહેશ્વરી : ધો.10 ની પૂર્વ-બોર્ડ એક્ઝામમાં નાપાસ થયા, CA બનવું હતું પણ ગણિતમાં રસ ન હતો એટલે એ પ્લાન સફળ ના રહ્યો, લોની શરૂઆત કરી પણ એમાં પણ સફળ ના થયા, પછી MBA કર્યું અને મોરબીમાં “તત્કાલ લોરી” નામ નું સ્ટાર્ટઅપ શરુ કર્યું અને સફળ રહ્યું. આજે 6 વર્ષમાં 32 કરોડનો બિઝનેસ કરી ચુક્યા છે, 7 શહેરમાં સર્વિસ આપે છે.

એન. કે. પટેલ

એન. કે. પટેલ સન બિલ્ડર્સ : બોર્ડની પરીક્ષા બાદ એન્જિનિયરિંગ પ્રવેશ મેળવ્યો પણ મનમાં કંઈક કરી બતાવાની ધગસ હતી, અને આજે કંપની ધરાવે છે અને 5 હજાર વ્યક્તિઓ ને કામે રાખે છે. કહે છે…ગુણ નહિ પણ મહેનત અને કામ નક્કી કરશે કે તમે ઇતિહાસ રચવા બન્યા છો.

રોહિત ચૌધરી, ડીઈઓ: ધો. 10, 12માં સરેરાશ ગુણ, પરંતુ કંઈક અલગ કરવાનો લક્ષે જીપીએસસીની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યા અપાવી, આસામમાં ટ્રેનિંગ લીધી.  બોટાદમાં પોસ્ટિંગ મળી.  ત્યાર બાદ જીપીએસસીની ડીઈઓની પરીક્ષા આપી અને પાસ થયા અને આજે અમદાવાદ ડીઈઓ છે. ટોપર ન હોવા છતાં મહેનત અને કંઈક કરવાની ધગસ રંગ લાવી.

સારાંશ : એક લક્ષ સાથે રાખો, મહેનત માંગશે પણ ગમે તેવી બોર્ડની શું જિંદગીની પરીક્ષા ડગાવી નહિ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security