Published by : Rana Kajal
આગામી તા 12 મી જૂનથી રાજયના વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ઘેર બેઠા ઇ – પાસ મેળવી શકશે. આ સુવિધા પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને કલાકો સુધી પાસ કઢાવવા માટે કતારમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.. હાલમા ગાંધીનગરથી ઇ – પાસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ આ યોજના આગામી તા 12 જૂનથી સમગ્ર રાજયમાં લાગુ પાડવામાં આવશે. એસ. ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનાનો લાભ રોજિંદા 3 લાખથી વધુ મુસાફરો અને અંદાજિત 10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. જૉકે શિક્ષણ વિભાગના ડેટાનું જોડાણ કરીને હાલ ધો.1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે જ્યારે આવનાર દિવસોમાં આઇ ટી આઇ અને કોલેજૉના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળી શકશે.




