ડ્રગ માફિયા દ્વારા ભારતમાં ડ્રગનો વેપલો વિસ્તારવા અંગે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. નાર્કોટિકસ વિભાગ કે પોલીસ દ્વારા પકડવામાં આવતા ડ્રગના જથ્થાની તપાસ કરતા ડ્રગને ભારતમાં મોકલવા તેમજ ડ્રગનો વેપલૉ ભારતમાં વિકસાવવા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વધુ સક્રિય હોય તેમ સાબિત થઇ ગયુ છે. હેરોઇન અને કોકીનનો જથ્થો દરિયાના માર્ગે ભારતમાં મોકલાઈ રહયો છે ત્યારે સરહદી વિસ્તાર દ્વારા આવતા ડ્રગના પગલે પંજાબ જેવા ભારતના મહત્વના રાજ્યના યુવાનો ડ્રગના નશામાં ધૂત બની ગયા હોવાનુ તારણ પણ નીકળ્યું છે. ત્યારે ઍક હકીકત એ પણ છે કે અફઘાનિસ્તાન જેવા દેશનું અર્થ તંત્ર અફીણ જેવા નશીલા દ્રવ્યો પર આધારિત છે ત્યારે ભારતે નશીલા દ્રવ્યોની પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા જે ઘૂસણખોરી કરવામાં આવી રહી છે તે બાબતે વધૂ કડક વલણ અપનાવવુ પડશે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બન્ને દેશો ભારતમાં ડ્રગનો કારોબાર વધારવા આતુર…
RELATED ARTICLES




