અબુધાબી ના 350 સેન્સર જણાવશે- ભારતના મંદિરો સદીઓથી અડીખમ કેમ? સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીએસના પ્રતિનિધિઓ જ્યારે અબુ ધાબીમાં સૂચિત મંદિરની રૂપરેખાને પાસ કરાવવા માટે પહોંચ્યા ત્યારે એજન્સીઓએ 108 ફૂટના માળખાને લોખંડ-સ્ટીલ વગર ઊભા કરવાના મુદ્દા પર સવાલ ઉઠાવ્યા હતા. એક પર બીજા પથ્થરને મૂકીને આધારથી શિખર સુધી ઇમારત ઊભી થઇ જાય તે કઇ રીતે શક્ય છે ? તેવા સવાલ તેમને કરાયા હતા.
જૉકે સંસ્થાએ કહ્યું હતું કે ભારતનાં તમામ પ્રાચીન મંદિર આ જ શિલ્પથી બન્યાં છે. અને અમે એનું જ અનુસરણ કરી રહ્યા છીએ. આ મંદિર 27 એકરમાં 888 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે. હવે જ્યારે ઇન્ટરલોકિંગ પથ્થરના કોલમ અને સ્લેબથી આધાર તૈયાર થઇ ચૂક્યા છે ત્યારે નવી વાત એ છે કે જ્યાં પથ્થર પરસ્પર જોડાઇ રહ્યા છે ત્યાં 350 સેન્સર લગાવવામાં આવી રહ્યાં છે. આ સેન્સર દબાણ, તાપમાન અને ભૂગર્ભીય હલચલની જાણકારી પણ આપતા રહેશે. અબુ ધાબીની ખલીફા યુનિવર્સિટી એ ડેટાથી માહિતી મેળવશે કે કઇ રીતે ભારતનાં ભવ્ય મંદિરો પોતાના શિલ્પના કારણે હજારો વર્ષોથી હજુ પણ યથાવત્ સ્થિતિમાં છે.આ ઍક નોધપાત્ર બાબત છે પ્રતિનિધિઓ જ્યારે મંદિર નિર્માણ સ્થળ પર પહોંચ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર લાન્સ ક્લુઝનર સહિત કેટલાક ક્રિકેટરો પણ પૂજામાં બેઠા હતા. સંસ્થાના અક્ષરાતીત સ્વામીજી જણાવે છે કે અબુ ધાબી આવનાર દરેક પ્રવાસી અને અહીં રહેનાર દરેક એશિયન લોકોની આસ્થા પહેલાંથી જ આ સ્થળ પર અપાર રહેલી છે.
આ મંદિરને એક હજાર વર્ષ સુધી કંઇ પણ નુકસાન ન થાય તે લક્ષ્યાંક સાથે વધી રહેલી ટીમના પ્રોજેક્ટ ડાયરેક્ટર મધુ પટેલે જણાવ્યુ હતુ હતું કે મંદિરનું નીચેનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. જયારે અભિષેક મંડપનું કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ શિખરનું નિર્માણ કરાશે. નિર્માણમાં 30 હજાર કરતાં વધુ પથ્થર લાગશે. સ્ટોન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે જે ખાતરી આપે છે કે રાજસ્થાનમાં તૈયાર થઇ રહેલા કોલમ અને સ્લેબ મંદિરમાં યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ સ્થાપિત થઇ જાય છે. તે સાથે ટ્રસ્ટી પ્રણવ દેસાઇના જણાવ્યાં મુજબ દરેક પથ્થરને એક યુનિક નંબર અપાયો છે. ઇટાલીથી આવી રહેલા માર્બલને પણ રાજસ્થાનમાં જ ખાસ રીતે તૈયાર કરાઇ રહ્યા છે. તે સાથે રાજસ્થાનના રેડસેન્ડ સ્ટોન પર પણ કલાકૃતિઓ ત્યાં જ બનાવવામાં આવી રહી છે. અને અબુ ધાબીમાં માત્ર આને ગોઠવવામાં આવે છે તમામ ધર્મના લોકો મુક્તપણે જીવે અને તેમના ધર્મનું પાલન કરે એવી છબી બનાવવા માટે UAEએ દેશમા સહિષ્ણુતા મંત્રાલયની સ્થાપના કરી છે. આ મંદિરથી થોડે જ દૂર સરકારે સીએસઆઈ અને ઈથોપિયન ચર્ચના માટે જગ્યા પણ આપવામાં આવી છે દુબઈમાં એક પુલનું નામ જ બ્રિજ ઓફ ટોલરન્સ છે જે સૂચક બાબત છે.