Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalસોમાલિયાના મોગાદિશુમાં સૈન્ય હવાઈ હુમલામાં 100 અલ-શબાબ આતંકવાદીઓ માર્યા ગયા…

સોમાલિયાના મોગાદિશુમાં સૈન્ય હવાઈ હુમલામાં 100 અલ-શબાબ આતંકવાદીઓ માર્યા ગયા…

સોમાલિયાની સેનાએ સેન્ટ્રલ શબેલે ક્ષેત્રમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી સંગઠન અલ-શબાબના 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં 12 કમાન્ડર હતા. અલ-શબાબનો ઉદ્દેશ્ય 2017માં રચાયેલી સોમાલિયા સરકારને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. આ સંગઠને છેલ્લા 4 મહિનામાં 3 મોટા હુમલા કર્યા છે.

મંત્રી અલ-અદાલાએ કહ્યું- અમને સમાચાર મળ્યા હતા કે આ આતંકવાદીઓ સરકારી અધિકારીઓ અને સેના પર મોટો હુમલો કરવાના છે. તેની તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. આ હુમલાને રોકવા માટે અમે હવાઈ હુમલો કર્યો હતો. શબેલે નજીકના મહાસ જિલ્લાના કમિશનર મુમીન મોહમ્મદ હાલાને કહ્યું- મેં 16 આતંકવાદીઓના મૃતદેહો જોયા છે. સેનાએ તેમની પાસેથી ઘણા હથિયારો જપ્ત કર્યા છે.

સોમાલિયાના ડેપ્યુટી ઈન્ફોર્મેશન મિનિસ્ટર અબ્દિરહમાન યુસુફ અલ-અદાલાએ કહ્યું- અમારી સેના અને ઈન્ટેલિજન્સ વિભાગ લોકોની સુરક્ષા માટે દરેક પગલા લઈ રહ્યા છે. શેબેલે ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં અલ-શબાબના 12 કમાન્ડર સહિત 100 આતંકવાદીઓ માર્યા ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security