Home News Update Crime અભિનેતા ચેતન કુમાર…કે જેને હિન્દુત્વ પર ટિપ્પણી કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો..

અભિનેતા ચેતન કુમાર…કે જેને હિન્દુત્વ પર ટિપ્પણી કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો..

0

Published by : Vanshika Gor

    વખતો વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે જાણીતા છે ચેતન કુમાર દેશમા બોલીવુડ થી માંડીને જુદાજુદા ક્ષેત્રીય ભાષાના અભિનેતા અને અભિનેત્રીઓ વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે જાણીતા છે. જેમકે કનન્ડ અભિનેતા ચેતન કુમાર પણ હિંદુ ધર્મ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રહે છે.


    કન્નડ અભિનેતા કે જેઓ જાતિ વિરોધી કાર્યકર્તા પણ છે હાલમા ચેતન કુમાર અહિંસાની હિંદુત્વ વિરોધી ટ્વિટના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. તેમની ટ્વીટ અંગે જોતા તેમણે સ્ફોટક નિવેદન કરી જણાવ્યુ હતુ કે હિન્દુત્વ જુઠ્ઠાણા પર આધારિત છે.લોકોની આસ્થા અને શ્રધ્ધા તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ છેલ્લા ત્રણ વર્ષમાં ચેતન કુમાર સામે આ ત્રીજો કેસ નોંધાયો છે.


    ચેતન કુમારની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતુ કે “હિંદુત્વ જૂઠાણા પર આધારિત છે. તેમણે જણાવ્યું કે જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે ભારત એક રાષ્ટ્ર બન્યું હતું.આ ખોટું છે.”પોતાના ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું હતુકે બાબરી મસ્જિદ રામની જન્મભૂમિ છે, આ જૂઠ છે. તેમજ ઉરી ગૌડા અને નાંજે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી. આ પણ જૂઠ છે. હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે.”પોલીસે ચેતન કુમાર વિરુદ્ધ IPCની કલમ 295A હેઠળ કેસ નોંધ્યો છે

    NO COMMENTS

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    error: Content is protected !!
    Exit mobile version