Published by : Rana Kajal
માત્ર 13 વર્ષની ઉમરે અભિનેત્રીને થયો હતો કડવો અનુભવ… ખુબ નાની ઉમરે અભિનેત્રી સોનમ કપૂર યૌન શોષણનો ભોગ બની હતી અભિનેત્રીએ જણાવ્યુ હતું કે તે માત્ર 13 વર્ષની ઉંમરે બની હતી યૌન શૌષણનો ભોગ બની હતી. ટોકિઝમાં ફિલ્મ જોવા ગઈ ત્યારે કોઈએ છેડતી કરી હતી અભિનેત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે નાના મોટા સહુ કોઈને નાનપણમાં યૌન શૌષણનો અનુભવ થતો જ હોય છે. બોલીવુડ એક્ટ્રેસ પણ તેમાંથી બાકાત નથી. અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેણે પણ કિશોરાવસ્થામાં યૌન શૌષણ વેઠ્યું છે. સોનમ કપૂરે કહ્યું કે આ ઘટના મુંબઈના ગેલેક્સી થિયેટરમાં બની હતી જ્યાં હું મારા મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી.
બધા ખાવાનું લેવા બહાર ગયાં ત્યારે એક અજાણ્યો માણસ પાછળ આવીને મારા બ્રેસ્ટ દબાવ્યાં તે વખતે હું નાની હતી અને મારી પાસે ફિગર પણ નહોતું પરંતુ તે વખતે હું ધ્રૂજવા લાગી હતી મને સમજાયું નહોતું કે મારી સાથે આ શું થયું અને હું રડવા લાગી હતી, ત્યારે મેં કોઈને કહ્યું નહોતું અને અંદર જઈને આખી ફિલ્મ જોઈ હતી. કારણ કે તે વખતે મને લાગ્યું કે ભૂલ મારી છે. આ ટોકિઝમાં બનેલી ઘટના મારે માટે ભારે આઘાતની બની રહી… ઍક ટોક શોમાં સોનમ કપૂરે તેની સાથે બનેલી આ ઘટના કહી હતી. તે બોલી કે નાનપણમાં સહુ કોઈ ક્યારેક ને ક્યારેક યૌન શૌષણનો ભોગ બનતાં જ હોય છે. હું પણ બાળપણમાં બની હતી. તે મારે માટે એક મોટો આઘાત હતો. બે-ત્રણ વર્ષ સુધી મેં કોઈને કહ્યું નહોતું. મને આજ દિવસ સુધી ટોકિઝમાં બનેલી તે ઘટના યાદ છે.