- યોગીની મૂર્તિની સવાર-સાંજ પૂજા…
- મંદિર બનાવવામાં અંદાજિત 8.56 લાખ રૂપિયાનો ખર્ચ થયો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં ભરતકુંડની પાસે મૌર્યના પુરવા ગામના નિવાસી પ્રભાકર મૌર્યએ 8.56 લાખ રૂપિયામાં યોગી આદિત્યનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને રામ અવતારમાં દેખાડવામાં આવ્યા છે. યોગીની મૂર્તિના હાથમાં ધનુષ અને તીર પણ છે. આ મંદિરમાં રોજ સવારે અને સાંજે યોગી આદિત્યનાથ પૂજા અર્ચના કરવામાં આવે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-4.49.29-PM.jpeg)
યુટ્યુબર પ્રભાકર એક ગાયક છે. પ્રભાકરે યોગીના સમર્થનમાં અત્યારસુધીમાં 500થી વધારે ગીત પણ ગાયા છે. રાજસ્થાનથી ખાસ ઓર્ડર કરીને મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાઈ છે. પ્રભાકર યુટ્યુબર યોગીને ભગવાન શ્રીરામ અને કૃષ્ણના અવતાર માને છે. ૪ ભાઈમાં ત્રીજા નંબરના ભાઈ પ્રભાકર મૌર્યનો મંદિર બનાવતા સમયે ગામના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.પરંતુ તેમના પિતા જગન્નાથ મૌર્યએ પ્રભાકરને મંદિર બનાવવામાં સપોર્ટ કર્યો હતો. તેમના પિતા જગન્નાથ મૌર્ય ખેતી કરે છે. પ્રભાકરે કહ્યું છે કે યુટ્યુબ ચેનલ પર થયેલ કમાણીમાંથી જ તેમણે આ મંદિર બનાવડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રભાકરના યુટ્યૂબ ચેનલ પર 1 લાખ 52 હજાર ફોલોઅર્સ છે. જેના પર અત્યાર સુધીમાં 500 વીડિયો અપલોડ થઈ ચૂક્યા છે. પ્રભાકર મૌર્યએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા પછી યોગીનું મંદિર બનાવ્યું છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-4.49.31-PM.jpeg)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંદિરથી જોડાયેલી ન્યુઝ ઉપર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટિપ્પણી કરી હતી. ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘આ લોકો તો એનાથી પણ બે પગલાં આગળ નીકળ્યા હતા… હવે સવાલ એ છે કે પહેલા કોણ?’