- અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર
ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને સાફ-સફાઈ અને સ્વચ્છતાના બહાને શિક્ષણને બદલે શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માર્ગની બાજુમાં જ આવેલ શાળાએથી વિદ્યાર્થીઓ કચરા પેટી લઇ કચરો ખાલી કરવા જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સામે કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.




