બોલીવૂડના સુપર ફલોપ એક્ટર અર્જુન કપૂરને વધુ એક ફિલ્મ મળી છે. તે હોમી અડજાણીયાની ફિલ્મ ‘મર્ડર મુબારક’માં સારા સાથે જોડી જમાવશે.અર્જુન અને સારાની ઓનસ્ક્રીન પેર પહેલીવાર કોઈ ફિલ્મમાં દેખાશે.
હોમી અડજાણીયા આ પહેલાં ‘કોકટેલ’ તથા ‘અંગ્રેજી મિડિયમ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. જોકે, અર્જુન કપૂરને ડાયરેક્ટર કોઈપણ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. તમામ મોટાં બેનર અને સારા ડાયરેક્ટરો સાથે તે ફલોપ ફિલ્મ આપી ચૂક્યો છે.
તાજેતરમાં વિશાલ ભારદ્વાજ બેનરની ‘કુત્તે’ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ પણ ટિકિટબારી પર બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ છે. ‘મર્ડર મુબારક’ હોરર કોમેડી ફિલ્મ હશે એમ જણાવાઈ રહ્યું છે.