તમે ઘરે હોવ અને ખાસ રવિવારના દિવસે સોની મેક્સ પર અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ ફિલ્મ ન મૂકી હોય એમ બને જ નહિ. એક સર્વે મુજબ ભાગ્યે જ કોઈ એવો શખ્સ હશે, જેણે સોની મેક્સ પર અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ ફિલ્મ નહીં જોઈ હોય. સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ 1999માં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે, આ ફિલ્મને સોની ચેનલ દ્વારા વારંવાર પ્રસારિત કર્યા બાદ તેને એક રેકોર્ડનો દરજજો મળ્યો છે. તો નવી પેઢી દર અઠવાડીયએ આ ફિલ્મને જોઈને કંટાળી ગઈ છે. એટલા માટે હાલમાં જ એક શખ્સે ફિલ્મને કેટલીય વાર જોઈને કંટાળી આખરે ચેનલને લખેલો પત્ર વાયરલ થઇ રહ્યો છે. શખ્સે હિન્દીમાં પત્ર લખી ખાસ માહિતી અધિકાર 2005 અંતર્ગત જાણકારી પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કર્યો છે.
પત્રમાં આ શખ્સે લખ્યું છે કે, ચેનલની પાસે કોઈ પણ ફિલ્મને બતાવવાનો અધિકાર છે. પણ શું આપના ચેનલને સૂર્યવંશમ ફીચર ફિલ્મના પ્રસારણનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ? આપની કૃપાથી હું અને મારો પરિવાર હીરા ઠાકુર અને તેના પરિવારને સારી રીતે જાણી ગયા છીએ. અમે લોકોએ સૂર્યવંશમ નામની ફિલ્મન એક્સ્ટ્રા ઈનિંગ પણ હવે યાદ રહી ચુકી છે. આપની ચેનલે કેટલી વખત આ ફિલ્મનું પ્રસારણ કરી ચુકી છે? અને ભવિષ્યમાં હજૂ કેટલી વાર આ ફિલ્મનું પ્રસારણ કરશે? જો અમારી માનસિક સ્થિતી પર તેની ખરાબ અસર થશે, તો તેના માટે જવાબદાર કોણ ? આ અંગે મહેરબાની કરીને માહિતી આપવાનું કષ્ટ કરશો. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાય લોકો મીમ્સ બનાવી રહ્યા છે. અને પત્રને શેર કરીને મજા લૂંટી રહ્યા છે.




