Home Ankleshwar આંગડિયા પેઢી કે બેંકમાંથી રોકડા લઈ નીકળતા રાખજો ધ્યાન, વાહન અથાડી તકરાર...

આંગડિયા પેઢી કે બેંકમાંથી રોકડા લઈ નીકળતા રાખજો ધ્યાન, વાહન અથાડી તકરાર કરનાર હોઈ શકે છે સાતીર આરોપીઓ

0
  • અંકલેશ્વર શહેરમાં 2 કારનો કાચ તોડી થયેલી લાખોની ઉઠાંતરીમાં અમદાવાદની છારા ગેંગના બે ઝબ્બે
  • ભરૂચ LCB એ રોકડા 2 લાખ, બાઇક સાથે બે આરોપીઓને પકડયા
  • અંકલેશ્વર ઉપરાંત સુરતના ગુનાનો ભેદ ઉકેલાયો, છારા ગેંગના હજી 2 આરોપી વોન્ટેડ

અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચાલુ માસમાં ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રોકડા રૂપીયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલ 2 અનડીટેક્ટ ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી, ચીલઝડપના રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાઇકલ સાથે છારા ગેંગના બે સાગરીતોને અમદાવાદ શહેર સરદારનગર વિસ્તારમાંથી ભરૂચ LCB એ પકડી પાડ્યા છે. અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી, લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી હતો. આ ઉપરાંત 24 ઓગસ્ટે વધુ એક બનાવમાં અંકલેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતો.

તે વખતે ગાડીની પાછળ 3 અજાણ્યા ઇસમો મોટર સાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. દરમ્યાન અજાણ્યા ઇસમોએ બ્રેઝા ગાડીનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાશી ગયો હતો. આ બન્ને બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે. ખાતે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે તાત્કાલિક નાકાબંધી કરાવી LCB, પેરોલ ફર્લો સ્કોડ તથા સ્થાનિક પોલીસ વિગેરેની અલગ અલગ ટીમો બનાવી, ગુનાવાળી જગ્યાની આસપાસના તથા રૂટના CCTV ફુટેજ ચેક કરવા, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી વહેલામા વહેલી તકે આરોપીઓનુ પગેરૂ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યાા હતા.

એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ. તપાસમાં ગયેલ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી ( છારા ) અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર બને રહે. છારા નગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ બંને આરોપીઓની ઉંડાણપુર્વક અને ધનિષ્ટ પુછપરછ કરતા છારા ગેંગના અન્ય સાગરીતો સાથે અલગ અલગ મોટર સાઇકલમાં આવી, ચાલુ મહીનામાં અંકલેશ્વર શહેરમાં 2 તથા સુરત જીલ્લાના કામરેજ HDFC બેંક નજીક ચીલઝડપ કરેલાની કબુલાત કરેલ છે. જ્યારે દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગેને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ ગુજરાતમાં આંગડિયા પેઢી કે બેન્કમાંથી રોકડા લઈ કારમાં જતા લોકોનો પીછો કરતા હતા. અને કાર જોડે અકસ્માત સર્જી ઝઘડો કરી અન્ય આરોપી કાચ તોડી રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી લેતા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version