Published By : Parul Patel
પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ…
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવા નિર્ણય લેવાયો હતો…
તાજેતરમાં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી.

જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, રામ મહેલ મંદિરના મહંત પૂ.રાજેન્દ્રપ્રસાદજી, રામધન આશ્રમના મહંત પ.પૂ.ભાવેશ્વરી દેવીજી, મચ્છુમાની જગ્યાના મહંત પૂ.ગાંડુ મહારાજ, માલાબેન રાવલ, રોહીતભાઈ દરજી, નરેન્દ્રભાઈ વ્યાસ, શશીકાંતભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, ડો.જે.જી. ગજેરા સાહેબ, નિર્મલસિંહ ખુમાણ, બાલ્કેશભાઈ રાઠોડ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી,વસંતભાઈ પટેલ, જયસુખભાઈ, રમેશભાઈ પુરોહીત, મનસુખભાઈ રૈયાણી, હિમંતભાઈ બોરડ, મજબુતસિંહ બસીયા, ચંદુભાઈ વાળા, વનરાજસિંહ ખેર, બીજલભાઈ રબારી, ભુપતભાઈ બારૈયા, યોગેન્દ્રસિંહ રાઠોડ સહીતના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માલાબેન રાવલ, રણછોડભાઈ ભરવાડ સહીતનાં અગ્રણીઓએ ભારત દેશની પ્રવર્તમાન પરિસ્થિતી તેમજ હિન્દુ રાષ્ટ્ર નિર્માણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ભૂમિકા તેમજ સંસ્થાના આગામી પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. તેમજ હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આગામી સમયમાં ભારતભરમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા તેમજ દરેક વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજી સુરક્ષિત હિન્દુ, સ્વસ્થ હિન્દુની સંકલ્પના સાકાર કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં તેમણે સ્પષ્ટ બહુમતી ધરાવતી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાવે તેવી માંગ ઉઠાવી હતી તે ઉપરાંત ગુજરાતમાં થયેલ હિન્દુ યૌધ્ધા કિશન ભરવાડની હત્યા, કાશ્મીરના હિન્દુ શરણાર્થીઓની પરિસ્થિતી તેમજ મણીપુરની ઘટના વિશે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.