Home International આઈઓટી માલવેર એટેકવાળા ટોપ 3 દેશોમા ભારતનો સમાવેશ…

આઈઓટી માલવેર એટેકવાળા ટોપ 3 દેશોમા ભારતનો સમાવેશ…

0
  • માઈક્રોસોફ્ટના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો

આઈટી કંપની માઇક્રોસોફ્ટે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત એવા ટોચના ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં 2022 દરમિયાન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) ઉપકરણોને માલવેર દ્વારા સૌથી વધુ સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો હતો. આ દૃષ્ટિએ ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે છે. માઈક્રોસોફ્ટના સંશોધકોએ 2022 દરમિયાન આઈઓટી માલવેર હુમલાઓનું વિશ્લેષણ કરીને જોયું કે ચીનમાં સૌથી વધુ 38 ટકા હુમલા થયા છે. માઈક્રોસોફ્ટ સાયબર સિગ્નલના અહેવાલમાં જણાવાયું છે કે 18 ટકા હુમલા સાથે યુએસ બીજા ક્રમે છે.
રિપોર્ટ અનુસાર, “માઈક્રોસોફ્ટ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે 2022 માં આઈઓટી માલવેર હુમલાના સંદર્ભમાં ભારત ટોચના ત્રણ દેશોમાં છે.” રિપોર્ટમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આઈઓટી માલવેર હુમલામાં 10 ટકા હિસ્સો ભારતનો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version