Home Gujarat Government આગામી દિવસોમાં ખેડૂતો મુખ્યમંત્રી સહીત મંત્રીઓના ઘરને ઘેરી હલ્લાબોલ કરશે

આગામી દિવસોમાં ખેડૂતો મુખ્યમંત્રી સહીત મંત્રીઓના ઘરને ઘેરી હલ્લાબોલ કરશે

0

છેલ્લા ૧૨ દિવસોથી ગાંધીનગર ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમજ સરકાર વાતચીત કરવા આગળ ન આવતા ખેડૂતો હવે વધુ આક્રમક બન્યા છે ભારતીય કિસાન સંઘની પ્રાદેશિક કારોબારીમાં લેવાયેલ નિર્ણય મુજબ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહીત મંત્રી જીતું વાઘાણી તેમજ હર્ષ સંઘવી સહીત વિવિધ મંત્રીઓના નિવાસ સ્થાને હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવશે.

હવે જયારે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે તો તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડે તેવી સંભાવના જણાઈ રહી છે ખેડૂતોની માંગણીઓ જોતા ઘણા લાંબા સમયથી ખેડૂતો સમાન વીજ દર ઉપરાંત વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે તેમજ આંદોલન કરી રહ્યા છે ધરણા આંદોલન બાદ પણ સરકાર દ્વારા સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂત સંગઠન દ્વારા મંત્રીઓના નિવાસસ્થાનો પર હલ્લાબોલના કાર્યક્રમનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે.          

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version