Home News Update આજરોજ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વડોદરા ખાતે નવા નિર્માણ પામનાર કમલમ...

આજરોજ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વડોદરા ખાતે નવા નિર્માણ પામનાર કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…

0

Published By : Disha PJB

દરેક જિલ્લામાં ભાજપાના કાર્યાલય અદ્યતન હોવા જોઈએ તેવી નેમ સાથે દરેક જિલ્લામાં નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવસારી, આણંદ, રાજકોટ, વલસાડ, પાટણ અને ગાંધીનગર બાદ વડોદરા ખાતે પણ નવું કમલમ કાર્યાલય નિર્માણ પામશે.

જેનું ખાત મુહૂર્ત આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુંક સમયમાં કાર્યાલય નિર્માણ પામશે અને કાર્યરત થશે. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો બાલુ શુક્લ, કેયૂર રોકડીયા, મનીષા વકીલ, મેયર નિલેશ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, લોકો સહેલાઈથી ભાજપાના કાર્યાલય સુધી પહોંચી શકે અને કાર્યકરોને પણ ઉત્સાહ વધે તે માટે નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે.

એક એક કરીને દરેક જિલ્લામાં આ કાર્યાલયો નિર્માણ પામી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કમલમ કાર્યાલયનું ખતુમુહુર્ત અને નિર્માણની યોજનાઓ છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version