Published by : Vanshika Gor
પંજાબના બઠિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયરિંગમાં 4 જવાનોના મોત થયા છે.
સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે બઠિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબારની ઘટનામાં ચાર જવાનોના મોત થયા છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
સેનાએ પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીને કહ્યું છે કે આ કોઈ આતંકવાદી ઘટના નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કહેવામાં આવ્યું હતું કે હુમલાખોર સિવિલ ડ્રેસમાં હતો. આ હુમલામાં માર્યા ગયેલા 4 જવાનો 80 મીડિયમ રેજિમેન્ટના છે. રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા યુનિટ ગાર્ડના રૂમમાંથી એક INSAS એસોલ્ટ રાઈફલ ગુમ થઈ ગઈ હતી. એવી આશંકા લગાવવામાં આવી રહી છે કે આ ગોળીબાર આનાથી જ કરવામાં આવ્યો છે. રાઈફલ અને ફાયરિંગ કરનાર વ્યક્તિની શોધ ચાલુ છે.