આજે આખંડ સૌભાગ્યનું કરવા ચોથ વ્રત છે. આજે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. જે યુવતીઓના લગ્ન નક્કી થઇ ગયા છે તેઓ પણ આજે કરવા ચોથનું પોતાના થવા વાળા જીવનસાથી માટે આ વ્રત રાખે છે. આ વ્રત માતા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. રાતના સમયમાં ચંદ્રને અર્ધ્ય જોઈ વ્રત પૂરું કરવામાં આવે છે
પૌરાણિક કથા અનુસાર, એક શાહુકારની પુત્રી કરવા હતી અને 7 પુત્રો હતા. બધા ભાઈઓ તેમની બહેન કરવાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ તેમની બહેન તેમના ઘરે આવી અને ઉપવાસ રાખ્યો હતો. સાંજે જ્યારે તેમના ભાઈ કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બહેન પરેશાન હતી. જ્યારે તેમણે બહેન પાસેથી કારણ જાણવા માંગ્યું તો તેણે કહ્યું કે આજે તે પાણી વિના ઉપવાસ કરી રહી છે અને ચંદ્રને જળ ચઢાવ્યા વિના પારણા કરી શકતી નથી. ચંદ્ર ઉગ્યો ન હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતી.
કરવાના વિચલિત થવાથી બધા ભાઈઓ પરેશાન થઈ ગયા. તેમનાથી ન રહી શકાયું. નાના ભાઈએ ઉકેલ વિચાર્યો અને ઘરથી દૂર પીપળના ઝાડ પર ચાળણીમાં દીવો સંતાડી દીધો, જાણે ચંદ્રોદય થઈ રહ્યો હોય. આ પછી તે કરવા પાસે જાય છે અને કહે છે કે ચંદ્રોદય થઈ ગયો છે. આ સાંભળીને કારવા ખુશ થઈ જાય છે અને તેને ચંદ્રના રૂપમાં જળ અર્પણ કર્યા પછી તે પારણ કરવા બેસી જાય છે.




