Published by : Rana Kajal
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે આજે રમાશે. પ્રથમ વનડે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ODI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચ આજે ગુવાહાટીમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી દ્વારા વન-ડે વર્લ્ડકપ 2023ની તૈયારીઓ શરૂ કરશે. પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. કારણ કે બંને ટીમો શ્રેણીમાં લીડ લેવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાને ટી-20 શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ ઉત્સાહિત છે. આ સિવાય સિનિયર ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 19 વનડે શ્રેણી રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. આ 19 ODI શ્રેણીમાંથી ભારત 14 વન-ડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકા માત્ર 2 વનડે શ્રેણી જીતી શક્યું હતું. જ્યારે બંને દેશો વચ્ચે 3 સીરિઝ ડ્રો રહી હતી. ભારતનો આ મજબૂત રેકોર્ડ દર્શાવે છે કે શ્રીલંકા માટે વર્તમાન વનડે શ્રેણીમાં ભારતીય ધરતી પર જીત મેળવવી આસાન નહીં હોય.