Published by : Anu Shukla
- તમામ ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં હાજરી હોવા છતાં કોઈ ટ્રાન્સમિશન નથી તેમજ ફેલાવાનો દર પણ ખુબ ઓછો
- ગઈકાલે દેશમાં કોરોના વાયરસના 170 નવા કેસ સામે આવ્યા હતા
વિશ્વમાં કોરોના ફરી ઉથલો માર્યો છે. એવામાં, ભારતમાં પણ કોરોનાના કેસ ધીમી ગતિએ સામે આવી રહ્યા છે. હાલ, ભારતમાં ઓમિક્રોનના તમામ પ્રકારોના પેટા વેરિઅન્ટની હાજરી જોવા મળી રહી છે. 324 કોવિડ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગથી દેશમાં ઓમિક્રોનના તમામ પેટા વેરિઅન્ટની હાજરી બહાર આવી છે. જે વિસ્તારોમાં આ પ્રકારોના પેટા વેરિઅન્ટ જોવા મળ્યા હતા ત્યાં કોઈ મૃત્યુદર અથવા કેસના ઝડપથી ફેલવાની કોઈ ઘટના અત્યાર સુધી દેખાઈ નથી. 29 ડિસેમ્બર, 2022 થી 7 જાન્યુઆરી, 2023 સુધીમાં, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ સેન્ટિનલ સાઇટ્સે 22 ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ પ્રયોગશાળાઓને અનુક્રમ માટે 324 કોવિડ-પોઝિટિવ નમૂના મોકલ્યા હતા. આ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગમાં BA.2, BA.2.75, XBB (37), BQ.1 અને BQ.1.1 (5) જેવા તમામ ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી જોવા મળી હતી.
દેશના વિવિધ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ 24 ડિસેમ્બર, 2022થી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી આંતરરાષ્ટ્રીય મુસાફરો વિવિધ એરપોર્ટ પર 7786 ફ્લાઇટ્સ પર ભારતમાં આવ્યા હતા, જેમાંથી 29,113 રેન્ડમલી પસંદ કરાયેલા મુસાફરોનું RT-PCR દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જીનોમ સિક્વન્સિંગ દ્વારા કેસની પુષ્ટિ
કુલ 183 નમૂનાઓનું ટેસ્ટીંગ કર્યા પછી તે પોઝિટિવ સામે આવ્યા હતા, જે પછીથી 13 INSACOG પ્રયોગશાળાઓમાં સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. લગભગ 50 સેમ્પલના સિક્વન્સિંગથી ઓમીક્રોન અને તેના પેટા વેરિઅન્ટ્સ સામે આવ્યા. પરંતુ આ તમામ ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં હાજરી હોવા છતાં હજુ સુધી કોઈ ટ્રાન્સમિશન નથી તેમજ ફેલાવાનો દર પણ ખુબ ઓછો છે ભારતીયો માટે કોરોનાની પરિસ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર કહી શકાય છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ગઈકાલે દેશમાં કોરોના વાયરસના 170 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ હવે કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 2,371 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હવે કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ છે. તે જ સમયે, કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,30,721 છે.