Home Bharuch આજે ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી હવામાન ખાતાની આગાહી…

આજે ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી હવામાન ખાતાની આગાહી…

0

Published By : Patel Shital

ભરૂચ જિલ્લામાં આજે તા. 29 મે અને સોમવારના દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ગતરોજ સમી સાંજથી વાતવરણમાં પલટાવો આવ્યો હતો. મે માસના દિવસો હોવા છતા ચોમાસાના દિવસો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું હતું. જિલ્લાના જંબુસર તાલુકા જેવા કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો તો ભરૂચ નગરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.

તે સાથે આજે હવામાન ખાતાની આગાહી મુજબ સાયકલોન સર્ક્યુલેશનના પગલે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જેમાં ભરૂચ જિલ્લાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version