Home Bharuch આતંકવાદ સાથે ફરી એકવાર ભરૂચ જિલ્લાની સંડોવણી બહાર આવી…

આતંકવાદ સાથે ફરી એકવાર ભરૂચ જિલ્લાની સંડોવણી બહાર આવી…

0

Published By:-Bhavika Sasiya

  • લવ જેહાદ અંગે તાલીમ આપતી મહીલા મુળ હાંસોટની હોવાનુ જણાતા ખળભળાટ મચી ગયો…
  • આતંકવાદની ધટના દેશના કોઇપણ ખૂણામાં સર્જાય કે નશીલા દ્રવ્યોની હેરાફેરી ના મસમોટા પ્રકરણો સર્જાય આ તમામ કુખ્યાત પ્રકરણોમાં ભરૂચ જિલ્લાનું નામ પણ ઉછળે જ છે…

જેમકે ગુજરાત ATS, અને સુરત ક્રાઇમ બ્રાન્ચે મળીને ISKP સાથે સંકળાયેલી મહીલા સુમેરા બાનું મોહમદ હનીફ મલેકને સુરતથી ઝડપી પાડી હતી. જેનાં ઘરમાંથી ISKP ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલ ઘણું સાહિત્ય મળી આવ્યું હતું. સુમેરાબાનુની વધુ પૂછપરછ દરમિયાન તે શ્રીનગરના ઝુબેર અહેમદ મુનશી સાથે નજીકનાં સંબંધ હોવાનું જણાયું છે. સુમેરા બાનુનુ મૂળ વતન ભરૂચ જિલ્લાનુ હાંસોટ ગામ છે. તેમજ તેના પિતા હનીફ ગોલાવાલા ટાકવાડા હાંસોટના છે.

અત્રે નોંધવું રહ્યું કે હાલ ISKP સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓ કે જેમા ઉબેર નાસીર મીર, હનાન  હયાત શોલ , મોહમદ હાજીમ શાહ અને સુમેરા બાનુને પોરબંદરની કોર્ટમા રજૂ કરતાં અદાલતે વધુ તપાસ અર્થે 13 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version