Published By:-Bhavika Sasiya
મૃત માનવીના અંગ દાનના કારણે અનેક માનવીઓના જીવ બચાવી શકાયા છે. બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરના અંગો બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી અન્ય વ્યક્તિઓના જીવ બચાવી લેવામાં આવ્યા હોય એવા અનેક કિસ્સાઓ જાણવા મળ્યા છે પરંતું હવે તબીબી ક્ષેત્રે ડોકટરો ઍક ડગલું આગળ વધીને મૃતદેહ માથી પણ હૃદય કાઢી તેને અન્ય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામા સફળતા પ્રાપ્ત કરી છે.
બ્રિટનના તબીબોએ મૃતદેહ માંથી હ્રદય કાઢી અન્ય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતું અને તેમા સફળતા પણ મેળવી હતી.
જૉકે મૃત શરીરમાંથી મેળવેલા હ્રદયને મશીનમાં મૂકીને હદયને ફરી સક્રીય કરવામા આવે છે. મશીનમાં મૂક્યા બાદ હ્રદય ફરી કામ કરવા લાગે છે અને ત્યાર બાદ તેને અન્ય શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.