હાલ જયારે દેશના ગૃહ મંત્રી અમીત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આતંકી સંગઠન PAFF દ્વારા ઍક હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આતંકી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ગૃહ મંત્રી અમીત શાહની મુલાકાત પ્રસંગે આ હત્યા ઍક ભેટ સ્વરૂપે છે એમ પણ જણાવાયુ છે કે આતંકી સંગઠન જ્યારે જેને ટાર્ગેટ બનાવે ત્યારે તેની ગમે ત્યારે અને ગમે ત્યાં હત્યાને અંજામ આપી શકીએ છીએ. તાજેતરમા જમ્મુ કાશ્મીરના ડી જી જેલ હેમંત કુમારની હત્યા તેના મિત્રને ત્યાં કરવામાં આવી હતી. મિત્ર રાજીવ ખજુરિયાના ઘરે થયેલ આ હત્યાના બનાવ અંગે જવાબદારી આતંકવાદી સંગઠન PAFF એ સ્વીકારી હતી. અને સાથે હુંકાર પણ કર્યોં હતો કે ભારે કડક બંદોબસ્ત ગૃહ મંત્રી અમીત શાહ ની મુલાકાતનાં પગલે ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં આતંકી સંગઠન હત્યાના બનાવને અંજામ આપી શક્યા છે.
આતંકી સંગઠન PAFFનો હુંકાર જ્યારે અને જ્યાં જેને ટાર્ગેટ કરીએ ત્યારે મારી શકીએ છીએ…
RELATED ARTICLES