- 250 કિમી સુધીની રેન્જ
ભારતીય બજારમાં દરરોજ નવી ઈલેક્ટ્રિક કાર (Electric Car) દસ્તક આપી રહી છે. અને સમયની સાથે ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં પણ સતત વઘારો થઈ રહ્યો છે. પછી તે ટુ વ્હિલર સેગમેન્ટ હોય કે ગાડી. ટાટા મોટર્સ (Tata Motors) સાથે, મહિન્દ્રા (Mahindra & Mahindra), એમજી મોટર ઈન્ડિયા (MG Motor India), કિયા મોટર્સ (Kia Motors) , BYD સહિતની અન્ય કંપનીઓ EV સેગમેન્ટમાં તેમની હાજરી અનુભવી રહી છે. ભારતમાં લોકો લાંબા સમયથી મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારના લોન્ચની રાહ જોઈ રહ્યા છે.
2 વર્ષમાં મારુતિની ઇલેક્ટ્રિક કાર
અત્યાર સુધી સામે આવેલા ઘણા અહેવાલો અનુસાર, આગામી 2 વર્ષમાં મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થશે. કંપનીની બેસ્ટ સેલિંગ હેચબેક વેગનઆરના ઈલેક્ટ્રિક વેરિઅન્ટને લોન્ચ કરવાના સમાચાર પણ આવતા રહે છે. વેગનઆર ઈલેક્ટ્રિકના ટેસ્ટિંગની તસવીર પણ ઘણી વખત સામે આવી છે.
વેગન આર ઇલેક્ટ્રિક ક્યારે લોન્ચ થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં મારુતિ સુઝુકી વેગનઆર ઇલેક્ટ્રિક ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી WagonR ઈલેક્ટ્રીકને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
250 કિમી સુધીની રેન્જ
આવનારી વેગનઆર ઈલેક્ટ્રિક દેખાવ અને ફીચર્સ તેમજ બેટરી રેન્જના સંદર્ભમાં શાનદાર હોવાની અપેક્ષા છે. વેગનઆર ઇલેક્ટ્રિક ફુલ ચાર્જ પર 250 કિમી સુધીની રેન્જ ઓફર કરી શકે છે. WagonR EV તાજેતરમાં લૉન્ચ થયેલી Tiago EV સાથે સ્પર્ધા કરશે, જે ટાટા મોટર્સની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, જે ઘણી રસપ્રદ હશે.
હવે કંપની આ દિશામાં જોરશોરથી આગળ વધી રહી છે અને આવનારા સમયમાં EV સેગમેન્ટમાં એન્ટ્રી સાથે મારુતિ સુઝુકીની ઘણી ઇલેક્ટ્રિક કાર અલગ-અલગ કિંમતની રેન્જમાં આવે તેવી શક્યતા છે. મારુતિ સુઝુકીની બાકીની કારની જેમ, એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રિક કાર પણ એફોર્ડેબલ સેગમેન્ટમાં આવશે.




